June 30, 2024

Rohit Sharmaએ યુવરાજ સિંહનો આ રેકોર્ડ તોડી નાંખ્યો

Rohit Sharma: રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે તોફાની અડધી સદી ફટકારી હતી. તેણે પોતાના પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. તેને ટી20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. આવો જાણીએ કયો રેકોર્ડ બનાવ્યો રોહિત શર્માએ.

રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને 24 રનથી હાર અપાવી હતી. ભારતીય ટીમનના કપ્તાન રોહિત શર્માનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. અહિંયા એ વાત કહેવી જરૂરી છે કે છેલ્લી ઘણી મેચ રમાઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાને જીત પણ મળી હતી. પરંતુ રોહિતનું કંઈ ખાસ પ્રદર્શન અત્યાર સુધીમાં જોવા મળ્યું નથી. રોહિતે આ મેચ દરમિયાન અડધી સદી ફટકારી હતી. રોહિતની જોરદાર બેટિંગની સામે ઓસ્ટ્રેલિયન બોલરો ટકી શક્યા ના હતા.

આ પણ વાંચો: IND vs AUS મેચ પહેલાં સેન્ટ લુસિયામાં ભારે વરસાદ, વીડિયો વાયરલ

રોહિત શર્માની ઇનિંગ રમી
કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયા માટે T20 વર્લ્ડ કપની એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે. જેણે યુવરાજ સિંહનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. તમને જણાવી દઈએ કે યુવરાજે T20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ઈનિંગમાં 7 સિક્સર ફટકારી હતી. T20 વર્લ્ડ કપની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તો સુરેશ રૈના- 101 રન, રોહિત શર્મા- 92 રન, વિરાટ કોહલી- 89 રન બનાવ્યા છે.