March 3, 2025

રોહિત શર્માએ બનાવ્યા 15 રન છતાં બનાવી લીધો આ સુવર્ણ રેકોર્ડ!

Rohit Sharma: રોહિત શર્માની ગણતરી બેસ્ટ બેટ્સમેનોમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તે વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. રોહિતની ખાસ વાત એ છે કે જે લયમાં હોય ત્યારે મેચનું પરિણામ બદલી શકે છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયા આજે ન્યુઝીલેન્ડ સામે મેચ રહી છે. જેમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો:IND vs NZ: ભારત ન્યુઝીલેન્ડને હાર આપે છે તો સેમિફાઇનલ મેચ કોની સામે રમશે?

સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન

  • ક્રિસ ગેઇલ – 64 છગ્ગા
  • રોહિત શર્મા – 64 છગ્ગા
  • ગ્લેન મેક્સવેલ – 48 છગ્ગા
  • ડેવિડ મિલર – 45 છગ્ગા

15 રન છતાં બનાવ્યો આ રેકોર્ડ
રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની મેચમાં મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યો ના હતો. તેણે 17 બોલમાં 15 રન બનાવ્યા હતા. આ સમયે તેણે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. આવું કરતાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફી + ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં તે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેલની તેણે બરાબરી કરી લીધે છે. બંને ખેલાડીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ICC ODI ટુર્નામેન્ટમાં કુલ 64-64 છગ્ગા ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ 48 છગ્ગા સાથે બીજા સ્થાને છે.