ખરાબ ફોર્મ વચ્ચે રોહિત શર્માને મળી શકે છે ખાસ સન્માન, હિટમેનનું નામ ગુંજશે!

Rohit Sharma: રોહિત શર્મા હાલ આઈપીએલમાં રમી રહ્યો છે. જોકે તેમાં તેનું પ્રદર્શન ખૂબ ખરાબ જોવા મળી રહ્યું છે. જેના કારણે તેણે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. રોહિત શર્માને તેના ખરાબ ફોર્મ છતાં એક ખાસ સન્માન મળવા જઈ રહ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન રોહિતને ભેટ આપવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: IPL 2025: તિલક વર્માને રિટાયર્ડ આઉટ કેમ આપવામાં આવ્યો? હાર્દિક પંડ્યાએ આપ્યો ખુદ જવાબ

રોહિત શર્માને મળશે ખાસ સન્માન
એક મીડિયાના રિપોટ પ્રમાણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન કાઉન્સિલની બેઠકમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી રહી છે. થોડો જ સમયમાં તમને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડ જોઈ શકીએ છીએ. જોકે હવે રોહિતના ખરાબ પ્રદર્શન વચ્ચે ખાસ સન્માન મળવા જઈ રહ્યું છે. રોહિત શર્મા ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એમએસ ધોની પછી રોહિત શર્મા ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે.