IPL 2025: રોહિતે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 8 રન બનાવ્યા છતાં બનાવ્યો આ મોટો રેકોર્ડ

Rohit Sharma IPL Fours: રોહિત શર્મા 2008 થી IPL રમી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે અત્યાર સુધીમાં 5 વખત ટ્રોફી જીતી છે. IPL 2024 પહેલા મુંબઈની ટીમે મોટો નિર્ણય લીધો છે. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપી હતી. આવું કરતાની સાથે રાહુલના ચાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં બે ચોગ્ગા ફટકારીને, તેણે IPLમાં પોતાના 600 ચોગ્ગા પૂરા કર્યા છે.
આ પણ વાંચો: આ ખેલાડી આઉટ થતાં જ આશિષ નેહરા થયા કોપાયમાન, વીડિયો થયો વાયરલ
IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનારા ભારતીય બેટ્સમેન
શિખર ધવન – 768 ચોગ્ગા
વિરાટ કોહલી – 711 ચોગ્ગા
રોહિત શર્મા – 601 ચોગ્ગા
સુરેશ રૈના – 506 ચોગ્ગા
ગૌતમ ગંભીર – 492 ચોગ્ગા
રોહિતે IPLમાં ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી
ગુજરાત ટાઇટન્સ સામેની IPLમેચમાં રોહિત શર્મા મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. ઓનલી 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ સાથે તેણે IPLમાં 600 ચોગ્ગા પૂરા કર્યા. તે IPLમાં 600 કે તેથી વધુ ચોગ્ગા ફટકારનાર ત્રીજો ભારતીય બની ગયો છે. આ પહેલા વિરાટ કોહલીએ શિખર ધવન IPLમાં 600 થી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.