July 2, 2024

Rohit Sharmaએ બાબર આઝમના શાસનનો કર્યો અંત

IND vs AUS: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે આ મેચ દરમિયાન તોફાની સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાનો કાલે મોટો સ્કોર થયો તેમાં રોહિત શર્માનો ખુબ મોટો ફાળો હતો. આ મેચ દરમિયાન રોહિતે બાબર આઝમને પણ આ રેકોર્ડમાં પાછળ છોડી દીધો હતો.

સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયન ટીમને 24 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલ માટે નક્કી થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 5મી વખત સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ છે. આ મેચમાં ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેનોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. રોહિત શર્માએ એવું પ્રદર્શન કર્યું કે દરેક ક્રિકેટ ચાહકો તેના ફેન બની ગયા હતા. તેણે માત્ર 41 બોલમાં 92 રન બનાવ્યા હતા. રોહિતને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ છેલ્લી ઓવરમાં હારી ગયું, 10 વર્ષ પછી થયો આ બદલાવ

બાબર આઝમ રહી ગયો પાછળ
ઓસ્ટ્રેલિયા સામે 92 રનની ઇનિંગ રમીને રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. રોહિતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4165 રન બનાવી દીધા છે. બાબરે 4145 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. ગઈ કાલની મેચ બાદ રોહિતે બાબરને આ પાછળ છોડી દીધો છે. T20Iમાં સૌથી વધુ રન બનાવવાનો તાજ રોહિતે પોતાના નામે કરી દીધો છે. T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરવામાં આવે તો રોહિત શર્મા- 4165 રન, બાબર આઝમ – 4145 રન, વિરાટ કોહલી – 4103 રન, પોલ સ્ટર્લિંગ – 3601 રન, માર્ટિન ગુપ્ટિલ – 3531 રન બનાવ્યા છે.