November 26, 2024

Rohit Sharmaએ બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

Rohit Sharma Most Six as Captain: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ પ્રથમ વખત ODI માટે મેદાનમાં રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ બનાવી લીધો છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ જીત્યા બાદ હિટમેન રોહિત શર્માની આ પ્રથમ મેચ હતી. તે એક કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બની ગયો છે.

સૌથી વધુ સિક્સ ફટકારી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા હવે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે અત્યાર સુધી કુલ 124 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમાં તેના નામે હવે 234 સિક્સર છે. ઈયોન મોર્ગનની વાત કરીએ તો તેણે 198 મેચમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ કરી અને 233 સિક્સ ફટકારી છે. રોહિત શર્માની ખાસ વાત એ છે કે તેણે માત્ર સૌથી વધુ સિક્સર જ નથી ફટકારી પરંતુ તે તમામ કરતા ઓછી મેચ પણ રમી છે. એટલે કે આ બાબતમાં પણ રોહિત શર્મા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

આ પણ વાંચો: IND vs SL: ટીમ ઈન્ડિયાએ કાળી પટ્ટી કેમ પહેરી?

સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટન
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટનની વાત કરવામાં આવે તો તેમાં પ્રથમ ઇયોન મોર્ગન- 233 છગ્ગા, રોહિત શર્મા- 231 સિક્સર, મહેન્દ્ર સિંહ ધોની- 211 સિક્સર, રિકી પોન્ટિંગ- 171 સિક્સર , બ્રેન્ડન મેક્કુલમ- 170 સિક્સર આ ખેલાડીઓએ મારી છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 123 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. જેમાં તેણે 231 સિક્સર ફટકારી છે.