December 22, 2024

પેરિસ ઓલિમ્પિકમાં હાર બાદ Rohan Bopannaએ આપ્યું મોટું નિવેદન

Rohan Bopanna: ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાને પેરિસ ઓલિમ્પિક 2024ના મેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બોપન્ના અને એન શ્રીરામ બાલાજીને એડૌર્ડ રોજર-વેસેલિન અને ગેલ મોનફિલ્સની ફ્રેન્ચ જોડી સામે 5-7, 2-6થી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ હાર બાદ તેણે કહ્યું કે ભારત માટે તેણે તેની છેલ્લી મેચ રમી છે. બોપન્ના દેશ માટે વધુ સારી રીતે તેની કારકિર્દીનો અંત લાવવા માંગતો હતો. તેમણે 22 વર્ષની કારકિર્દીમાં ઘણી મોટી સફળતાઓ હાંસલ કરી હતી. હાલ તેની ઉંમર 44 વર્ષ છે. આગામી ઓલિમ્પિક 2028માં રમાશે. ત્યારે તેમની ઉંમર 48 વર્ષની હશે.

દેશ માટે રમવા બદલ ગર્વ
રોહન બોપન્નાએ કહ્યું કે હું જ્યાં છું તે મારા માટે પહેલેથી જ મોટો બોનસ છે. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે હું બે દાયકા સુધી ભારત માટે રમીશ. મેં મારી કારકિર્દીની શરૂઆત 2002માં કરી હતી અને 22 વર્ષ પછી પણ મને ભારત તરફથી રમવાની તક મળી રહી છે. મને આનો ખૂબ જ ગર્વ છે. તેનું પ્રથમ મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતવું અને વર્લ્ડ નંબર વન બનવું એ એક મોટી સિદ્ધિ છે. હું મારી પત્ની સુપ્રિયાનો આભારી છું, મારી પત્નીએ મારી આ સફરમાં બલિદાન આપ્યું છે.

આ પણ વાંચો: Olympics 2024: કોણ છે મનુ ભાકર? જાણો તેમની સંઘર્ષભરી સફર…

સૌથી યાદગાર મેચ
રોહન બોપન્નાએ કહ્યું કે 2010માં બ્રાઝિલ સામેની પાંચમી ડેવિસ કપ મેચ રાષ્ટ્રીય ટીમ માટે તેની સૌથી યાદગાર મેચ રહી છે. તેણે અત્યાર સુધીની શ્રેષ્ઠ ક્ષણ ગણાવી છે. ચેન્નાઈમાં એ ક્ષણ અને પછી બેંગ્લોરમાં સર્બિયા સામેની મેચ પાંચ સેટમાં જીતવી એ પણ યાદગાર ક્ષણો હતી. લિએન્ડર પેસ સાથે રમવું, મહેશ ભૂપતિ સાથે સુકાની તરીકે રમવું એક અદ્ભુત અનુભવ હતો.