સુરતમાં રો રો ફેરી દારૂ સપ્લાયનો રસ્તો બન્યો, M.S. સ્ક્રેપની આડમાં છુપાવાયો હતો દારૂનો જથ્થો

સુરત: સુરતમાં રો રો ફેરી દારૂ સપ્લાયનો રસ્તો બન્યો છે. સુરત ફરી રો-રો ફેરી મારફતે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. M.S. સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો છુપાવાયો હતો. ટ્રક રો-રો ફેરીના પાર્કિંગમાંથી પકડવામાં આવ્યું હતું. પોલીસની સર્વેલન્સ ટીમે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી હતી.

જ્યારે આ મામલે પોલીસે વિમલ દોંગા અને કિરણ ભાટીયાની ધરપકડ કરી છે. દરોડા દરમ્યાન 113 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દરોડામાં 1.09 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. તેમજ પોલીસે ટ્રક, દારૂ, મોબાઇલ, દસ્તાવેજો સહીત 18.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.