પંત આજે ફરી બેટિંગમાં નિષ્ફળ જઈ શકે છે, જાણો આ પાછળનું કારણ

Rishabh Pant: લખનૌએ અત્યાર સુધીમાં 8 મેચમાંથી 5 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. પંતનું ફોર્મ અત્યાર સુધીની મેચમાં ચિંતાનો વિષય ચોક્કસ છે. આઈપીએલમાં સૌથી વધારે મોંઘી કિંમતમાં તેને ખરીદવામાં આવ્યો છે. અત્યાર સુધીની મેચમાં ફક્ત 43 રન જ બનાવવામાં સફળ રહ્યો છે. અત્યાર સુધીનું તેનું આઈપીલમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. હવે આવનારી મેચમાં પણ નિષ્ફળ જઈ શકે છે, જાણો આ પાછળનું કારણ.
આ પણ વાંચો:વિઝડન દ્વારા બુમરાહ અને સ્મૃતિ મંધાનાને બેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા
રિષભ પંતની નબળાઈ સામે આવી
લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે દિલ્હી અને લખનૌની મેચ રમાવાની છે. પંત પોતે આજની મેચમાં ફોર્મમાં ફરવા માંગશે. પરંતુ તેના માટે સરળ નહીં હોય. કારણ કે વર્ષ 2024થી તે સ્પિનરો સામે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. સ્પિનરો સામે આઠ વખત તે આઉટ થયો છે. કુલદીપ યાદવના રૂપમાં એક શાનદાર સ્પિનર છે જે પંતને મુશ્કેલીમાં મૂકી શકે છે. ટીમોના કેપ્ટન પંતની આ નબળાઈ વિશે જાણી ગયા છે. જેના કારણે તેણે જેમ બને તેમ વહેલી તકે ફોર્મમાં પરત ફરવુ પડશે.