IPLમાં 27 કરોડ રૂપિયાનો ખેલાડી થયો સુપર ફ્લોપ, ટ્રોલિંગનો કરી રહ્યો છે સામનો

IPL 2025ના મેગા ઓક્શનમાં સૌથી વધારે મોટી કિંમતમાં રિષભ પંતને ખરીદવામાં આવ્યો હતો. પરંતુ તેનું અત્યાર સુધીમાં કોઈ એવું પ્રદર્શન જોવા મળ્યું નથી કે જેના કારણ એવું કહી શકાય કે તેના પર 27 કરોડ કેમ નાંખવામાં આવ્યા. હવે આજની મેચમાં પણ જો તેનું કંઈ ખાસ પ્રદશન જોવા નહીં મળે તો તે વધારે ટ્રોલ થશે.

આ પણ વાંચો: BCCIએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું, જુઓ મેચ ક્યારે રમાશે

રિષભ પંત અત્યાર સુધી બે મેચમાં માત્ર 15 રન બનાવ્યો
આ સિઝનમાં તે ઓનલી 15 રન બનાવવામાં સફળ રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી મેચમાં તેની ટીમે એક મેચ જીતી છે. પંતનો ફાળો મહત્વનો છે પરંતુ તેની જીતમાં ભૂમિકા નથી, હવે લખનૌની ટીમ તેના ઘરઆંગણને 1 તારીખે મેચ રમશે. જ્યાં તેનો સામનો પંજાબની ટીમ સામે થશે. LSG માટે ઘરઆંગણે આ મેચ જીતવી સરળ નહીં હોય. કારણ કે ટીમ ઉપર દબાવ હશે કે ઘરઆંગણે મેચ જીતવાનો. આવનારી મેચમાં પંતે સાબિત કરવું પડશે કે તેના ઉપર 27 કરોડની બોલી કેમ લાગી હતી. ટીમને પંત ઉપર ઘણી અપેક્ષાઓ છે. જે પંતે પૂરી કરવી પડશે.