સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડમાં ફક્ત આ ખેલાડીને મળ્યો જબરદસ્ત ફાયદો

Rishabh Pant: BCCI એ 2024-25 ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. જેમાં 34 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ઇશાન કિશન અને શ્રેયસ ઐયર જેવા સ્ટાર ખેલાડીઓની વાપસી થઈ હતી. ત્યારે આ તમામ 34 ખેલાડીઓમાંથી રિષભ પંત એક માત્ર ખેલાડી છે કે જેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પ્રમોશન મળ્યું છે.
આ પણ વાંચો: સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કયા ખેલાડીને કેટલા પૈસા મળશે? જાણો
બે કરોડ રૂપિયાનો નફો
રિષભ પંતને વર્ષ 2023-24 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ-B માં સામેલ કરવામાં આવ્યો હતો. જેના પૈસા તેને ટોટલ 3 કરોડ રુપિયા મળતા હતી. આ વખતે તેને BCCIએ પ્રમોશન આપ્યું હતું. વર્તમાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તેમને ગ્રેડ-A માં સામેલ કરવામાં આવ્યા છે. આ ગ્રેડ ધરાવતા ખેલાડીને 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. એટલે કે 2 કરોડ રૂપિયાનો પંતને ફાયદો થયો છે. BCCI એ મોહમ્મદ શુભમન ગિલ, સિરાજ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીને ગ્રેડ-A માં સામેલ કરવામાં આવ્યા છે. હાલ પંત લખનૌની ટીમનો કેપ્ટન છે. તેની સાથે સાથે આઈપીએલ 2025નો સૌથી મોંધો ખેલાડી છે.