September 12, 2024

રિષભ પંતની ધારદાર બોલિંગ જોઈ લોકોએ કહ્યું – હેડ કોચનો ‘ગંભીર’ પ્રભાવ

Rishabh Pant Bowling In Delhi Premier League T20: દિલ્હી પ્રીમિયર લીગની પ્રથમ મેચ શનિવારે જૂની દિલ્હી 6 અને દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમમાંથી જોરદાર બેટિંગ કરવામાં આવી હતી. આ મેચ બાદ રિષભ પંતની બોલિંગ પણ ઘણી ચર્ચામાં આવી છે. પંતની બોલિંગ જોઈને ચાહકોએ કહ્યું કે આ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પ્રભાવ છે.

લોકો ચોંકી ગયા
રિષભ પંતે શાનદાર બોલિંગ કરી તો લોકો ચોંકી ગયા હતા. તની ઓવરના પહેલા જ બોલ પર સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને જીત મળી હતી. પંતની બોલિંગ જોઈને ચાહકોને ગંભીરનો પ્રભાવ યાદ આવી ગયો હતો. ખાસ વાત તો એ છે કે ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર એટલા માટે ખૂબ જ પ્રખ્યાત છે કે તે બેટ્સમેનોને પણ બોલિંગ કરાવે છે. દિલ્હી પ્રીમિયર લીગ T20ની પ્રથમ મેચમાં દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિક્સ માટે તૈયાર ગુજરાતના આ પાંચ ખેલાડીઓ

સૌથી મોટી ઇનિંગ્સ રમી
જૂની દિલ્હી 6 એ 20 ઓવરમાં બોર્ડ પર 197/3 રન બનાવ્યા હતા. અર્પિત રાણાએ ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમતા જોવા મળ્યા હતા, તેણે 41 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા. દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સે 19.1 ઓવરમાં 198/7 રન બનાવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. આયુષ બદોની અને ઓપનર પ્રિયાંશ આર્યએ સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.