રિષભ પંતે એવો કેચ પકડ્યો કે બધા જોતાને જોતા જ રહી ગયા

Duleep Trophy: અભિમન્યુ ઈશ્વરનની કપ્તાની હેઠળ ટીમ ભારત B ટીમે અને A ભારત ટીમ સામેની મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. આ મેચમાં બધાની નજર કેટલાક સિનિયર ખેલાડીઓના પ્રદર્શન પર જોવા મળી રહી છે. રિષભ પંત મેચમાં વિકેટ પાછળ પોતાના પ્રદર્શનથી તમામનું ધ્યાન તેના પર ખેચ્યું હતું. મેચના છેલ્લા દિવસે રિષભ પંતે શાનદાર કેચ લીધો હતો. જે બાદ તમામ બોલરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે એવો શાનદાર કેચ લીધો કે તમામ ક્રિકેટ ચાહકોની સાથે બોલરોનું ધ્યાન પણ તેના પર ગયું હતું.
Flying Rishabh Pant! ✈️
An excellent catch to dismiss Avesh Khan 👌#DuleepTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/eQyu38DTlt pic.twitter.com/VlTwoWY9o9
— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2024
આશ્ચર્યચકિત થતો જોવા મળ્યો
ભારત A ટીમ આ મેચના છેલ્લા દિવસે 275 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. તેણે 183ના સ્કોર સુધી 8 વિકેટ લીધી હતી. આ સમય દરમિયાન અવેશ ખાન બેટિંગ કરી રહ્યો હતો. નવદીપ સૈનીએ તેની વિકેટ લેવા માટે રાઉન્ડ ધ વિકેટ બોલ કરવાનો નિર્ણય કર્યો હતો. અવેશ ખાને તેને ફાઇન લેગ તરફ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ જોરદાર ઝડપ સાથે હવામાં પાછળ ગયો હતો. આ કેચ જોઈને અવેશ પણ થોડા સમય માટે આશ્ચર્યચકિત થતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: રિષભ પંતે પોતાની હરકતોથી ફરી જીત્યું ફેન્સનું દિલ, વીડિયો વાયરલ
પંતની વાપસી લગભગ નક્કી
એક રિપોટ પ્રમાણે દુલીપ ટ્રોફીમાં રિષભ પંતના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે જાહેર થનારી ટીમમાં તેનું સ્થાન અંદાજે નક્કી ગણવામાં આવે છે. પંતે આ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 7 રન બનાવ્યા હતા અને 61 રનની ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો. જેના કારણે એવું કહી શકાય કે આવી સ્થિતિમાં તેની ફિટનેસ પર હવે કોઈ શંકા નથી. તેથી તેને આવનારી બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝમાં જોવા મળી શકે છે.