IPLના સૌથી મોંઘા ખેલાડી પરથી ટીમનો જ વિશ્વાસ ઉઠી ગયો! ત્રણ વિકેટ પડ્યા પછી પણ ના આવ્યો બેટિંગ કરવા

Rishabh Pant: IPLના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડીની ચર્ચા થઈ રહી છે. તમામ લોકો આ ખેલાડીનું નામ જાણે છે. LSG એ તેના પર 27 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો હતો. પરંતુ કોઈને ખબર ના હતી કે આ સૌથી મોંઘો ખેલાડી મેદાનમાં ઉતરતાની સાથે ફ્લોપ સાબિત થશે. LSG ના કેપ્ટન છે પરંતુ તેમના પરથી તમામને ભરોસો ઉડી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. કદાચ એટલા માટે જ જ્યારે LSG ની ટીમ KKR સામે બેટિંગ કરી રહી હતી, ત્યારે ત્રણ વિકેટ પડ્યા પછી પણ પંત બેટિંગ કરવા આવ્યો ન હતો. આ ઘણું બધુ કહી જાય છે.

આ પણ વાંચો: ઇડન ગાર્ડન્સમાં પુરન લાવ્યો રનનું પૂર, 7 ચોગ્ગા 8 સિક્સ

KKR સામે LSG ને સારી શરૂઆત મળી
મંગળવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે KKR અને LSG વચ્ચેની મેચ યોજાઈ હતી. KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમના બંને ઓપનિંગ બેટ્સમેન એટલે કે એડન માર્કરામ અને મિશેલ માર્શે શાનદાર બેટિંગ કરી હતી. ટીમની પહેલી વિકેટ 99 રનના સ્કોર પર એડન માર્કરામના રૂપમાં પડી ત્યારે નિકોલસ પૂરન ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. 27 કરોડ કમાયા બાદ પંત અત્યાર સુધી ફક્ત 19 રન જ બનાવી શક્યો છે. ત્રણ વિકેટ પડ્યા પછી પણ પંત ક્રીઝ પર આવ્યો ન હતો