પહલગામનો બદલો: 50 કલાકમાં 6 આતંકવાદીઓ ઠાર, શોપિયા પછી પુલવામામાં એન્કાઉન્ટર

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતે આતંકવાદ સામેની ઝુંબેશ વધુ તેજ બનાવી દીધી છે અને આતંકવાદના આ ખેલને ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 50 કલાકમાં, ભારતે દેશ વિરુદ્ધ ઘડવામાં આવી રહેલા નાપાક કાવતરા સામે મોટી સફળતા મેળવી છે. શોપિયા અને પુલવામા એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે.
પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. આ પછી ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનને આતંકવાદ સામે પાઠ ભણાવ્યો. આ હુમલામાં ભારતીય મિસાઇલે 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને પાકિસ્તાને પણ ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
શોપિયામાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર
પહલગામ હુમલા પછી, બંને દેશો વચ્ચે શાબ્દિક યુદ્ધ બંધ થઈ ગયું અને યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી. આ પછી ભારતે આતંકવાદ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવી અને પરિણામે, જ્યારે પણ કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિ મળી ત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સૌપ્રથમ, જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે
૧૩ મે, મંગળવારના રોજ શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ પહલગામનો બદલો લીધો અને મોટી સફળતા મેળવી. શોપિયા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડર સહિત 3 આતંકવાદીઓ માર્યા ગયા.