January 6, 2025

Narodaના રહીશો રસ્તા પર… સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોમાં રોષ

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઇને સતત પ્રજા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ વચ્ચે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સ્માર્ટ ઈલેક્ટ્રીક મશીનનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. નરોડાની 8 સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જેને લઇને રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહીશોએ નવા મીટરોને લઇને ચીમકી આપતા કહ્યું છે કે તેઓ એક સાથે GEB કચેરીમાં સામૂહિક રીતે વિરોધ નોંધાવશે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સ્માર્ટ ઈલેક્ટ્રીક મશીનનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈને સોસાયટીના સ્થાનિકોનો વિરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે નરોડાની 8 સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જેને હટાવવા માટે રહીશો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં તાપમાનને તોડ્યો રેકોર્ડ, ગુજરાતમાં આ આગાહી

ઉલ્લેખનીય છે કે નોંધનીય છે કે રાજ્યમાં અનેક શહેરોમાં આવા સ્માર્ટ વીજ મીટર લગાવવાનું વીજ નિગમ દ્વારા શરૂ કરાયું છે. આવા સ્માર્ટ વિજ મીટરમાં વીજ બિલ ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક વીજ મીટર ધારકો દ્વારા વિરોધ શરૂ થયો છે. અગાઉ બે દિવસ પહેલા સુરતમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે લોકોનો વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે સુરત પાલિકાના વિપક્ષે શાસક પક્ષના કોર્પોરેટરોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પુણા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓના પ્રમુખોએ સ્માર્ટ મીટર અંગે કોર્પોરેટરોને પત્ર લખી તેની નકલ વીજ કંપનીના ઈજનેરને મોકલી હતી.