November 24, 2024

Republic Day : કર્તવ્ય પથ પરથી રાફેલ ઉડાન ભરશે, ત્રણેય સેનાની મહિલા ટુકડીઓ સામેલ થશે 

REPUBLIC DAY - NEWSCAPITAL

પ્રજાસત્તાક દિવસની પરેડ વિશે માહિતી આપતા આજે મેજર જનરલ સુમિત મહેતાએ જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરીએ સવારે 10:30 કલાકે વિજય ચોકથી પરેડ શરૂ થશે. આ પરેડ કર્તવ્ય પથ સુધી જશે. દિલ્હી એરિયા કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમાર પરેડ કમાન્ડર હશે એટલે કે તે તેનું નેતૃત્વ કરશે.

ત્રણમાંથી બે પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા હાજર રહેશે

મેજર જનરલે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે 75માં પ્રજાસત્તાક દિને પ્રથમ વખત ત્રણેય દળો, નેવી, આર્મી અને એરફોર્સની મહિલા ટુકડીઓ કર્તવ્ય પથ પર પરેડ કરશે. આ કાર પરેડ દરમિયાન ટેબ્લોક્સની થીમ ‘વિકસિત ભારત અને મહિલા શક્તિ’ છે. તેમણે વધુમાં કહ્યું કે, ત્રણમાંથી બે પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા કેપ્ટન યોગેન્દ્ર યાદવ અને સુબેદાર મેજર સંજય કુમાર ગણતંત્ર દિવસની પરેડમાં હાજર રહેશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિની સાથે ભારતીય અને નેપાળી મૂળના સૈનિકો આવ્યા છે

મળતી માહિતી અનુસાર, આ વખતે પરેડમાં કરવામાં આવેલા ફેરફારોની આગેવાની લેનાર સંસ્કૃતિ મંત્રાલય પ્રથમ હશે. પછી તેની પાછળ ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ત્યારબાદ ભારતીય વાયુસેના, અર્ધલશ્કરી દળોની ટુકડીઓ અને પછી રાજ્યોની ઝાંખી હશે. આ બધા પછી, અંતે એરફોર્સનો ફ્લાયપાસ્ટ થશે. આ વખતે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં હાજરી આપશે. તેમની સાથે ફ્રેન્ચ એરફોર્સ અને અન્ય ફોર્સના જવાનો પણ આવ્યા છે, આ સૈનિકો ભારતીય અને નેપાળી મૂળના રહેવાસી છે. જ્યારે આ જૂથ માર્ચ કરશે, ત્યારે ફ્રેન્ચ રાફેલ વિમાન તેમની ઉપરથી ઉડશે.

આ પણ વાંચો : ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આસામમાં હંગામો, FIRના આદેશ પર રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

આ વસ્તુઓ પર પ્રતિબંધ

મેજર જનરલે કહ્યું કે, ભારતીય વાયુસેનાના ફ્લાયપાસ્ટમાં ફાઈટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સહિત 51 એરક્રાફ્ટ સામેલ કરવામાં આવશે. આ પ્લેનમાં 15 મહિલાઓ હશે. અત્યાર સુધી 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. 15મી ફેબ્રુઆરી સુધી પેરાગ્લાઈડર, ડ્રોન વગેરે પર પ્રતિબંધ છે.