September 10, 2024

Renault લાવી રહ્યું છે સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર!

Renault Kwid EV: હવે Renault પણ MG Comet અને Tata Tiago EV ને ટક્કર આપવા માટે તેની નાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ કે આ કારમાં કંઈક ખાસ અને નવું શું જોવા મળશે.

ઇલેક્ટ્રિક કાર લૉંચ કરવાની તૈયારી
ટાટા મોટર્સ અને એમજી પછી હવે રેનો પણ તેની નાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની તેની નાની કાર Kwidને માત્ર ઇલેક્ટ્રિક વર્ઝનમાં જ રજૂ કરશે. એક માહિતી પ્રમાણે કંપની આ કાર પર લાંબા સમયથી કામ કરી રહી છે. Kwid EV MG Comet અને Tata Tiago EV સાથે સીધી સ્પર્ધા કરશે .તેની રેન્જ 225 કિમી છે. એટલું જ નહીં, 65 hp અને 113 Nm ટોર્ક પણ ઉપલબ્ધ છે. Kwid EV માત્ર 13.7 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ છે.

ડિઝાઇનમાં નવીનતા
નવી Renault Kwid EV ની ડિઝાઇન સંપૂર્ણપણે ફેરફાર જોવા મળી શકે છે. LED DRL ફ્રન્ટમાં જોવા મળશે . તમને ફ્રન્ટમાં ચાર્જિંગ પોર્ટ મળશે. આ ચાર્જિંગ પોઈન્ટથી મોબાઈલ સરળતાથી ચાર્જ થશે. કારની સાઈડ પ્રોફાઈલમાં સ્ક્વેર વ્હીલ કમાન જોવા મળશે, જે કારને બોલ્ડ લૂક આપે છે. આ સિવાય ડોર સાઇડ ટ્રીમ અને ડોર હેન્ડલ જોવા મળશે. કારના પાછળના દેખાવ વિશે વાત કરીએ તો, સ્પોઇલર, શાર્ક ફિન એન્ટેના, રિયર વાઈપર અને નવી ડીઝાઈન કરેલ ટેલ લેમ્પ હોઈ શકે છે. કારમાં 10- ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7- ઇંચ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઉપલબ્ધ હશે . આજકાલ નવી કારમાં આવા ડિસ્પ્લે પણ ખૂબ જ ટ્રેન્ડમાં જોવા મળે છે.

આ પણ વાંચો: હરિયાણા સરકારે વિનેશ ફોગાટને લઈને કરી મોટી જાહેરાત

ક્યારે લૉંચ થશે અને તેની કિંમત શું હશે?
Renault Kwid EV ની અપેક્ષિત લૉંચ કિંમત 8 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેને ભારતમાં ટૂંક સમયમાં લૉંચ કરવામાં આવશે. હાલ તેનું અંતિમ પરીક્ષણ ચાલી રહ્યું છે.