November 25, 2024

આંખની નીચે થતા કાળા ડાઘાને ઘરેલું ઉપાયથી કરો દૂર

Dark Circle: આંખોની નીચે ડાર્ક સર્કલ તમારા ચહેરાની સુંદરતા પર ડાઘ લગાડી દે છે. આ ડાર્ક સર્કલને ડ પિગમેન્ટેશન સ્પોચટ્સ કહેવાય છે. કેટલાક લોકો તો ડાર્ક સર્કલને સામાન્ય સમજીને ધ્યાન આપતા નથી, પરંતું સામાન્ય દેખાતા આ ડાર્ક સર્કલ તમારા સ્કિન ટોનને ખરાબ કરી શકે છે. આ સાથે જ તમારા ચહેરાને ખરાબ અને ઢીલી કરી શકે છે.

ચહેરા પર પિગમેન્ટેશનનું કારણ
– પાણી ઓછું પીવાના કારણે
– સ્ક્રિન પર વધુ સમય પસાર કરવું
– વધારે પ્રમાણમાં જંકફૂડ ખાવું
– વધુ પ્રમાણમાં તણાવમાં રહેવું
– એન્ટી પ્રેગ્નેસી પિલ્સનો ઉપયોગ કરવોઆંખના કુંડાળાને ઘરેલુ ઉપચારથી દુર કરો

બદામનું તેલ: જો તમને પણ ડાર્ક સર્કલની સમસ્યા છે તો તમે તમારા માટે બદામનું તેલ ખુબ જ ફાયદાકારક રહેશે. પિગમેન્ટેશનને દુર કરવા માટે 1 ચમચી બદામના તેલમાં લીંબુનો રસ ઉમેરો. આ મિક્ષણને તમારી આંખની નીચે સર્કુલર મોશનમાં મસાજ સાથે લગાવો. દિવસમાં બે વખત આ મસાજ કરવાથી તમને જલ્દી ફાયદો મળશે.

હળદર
હળદરમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટીરિયલ પ્રોપર્ટી હોય છે. તેનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ અને ઘરેલુ નુસ્ખાઓમાં પણ થાય છે. હળદર ડાર્ક સર્કલમાં લગાવવાથી ફાયદો થાય છે. એક ચમચી હળદરમાં ફુદીનાના તેલના 2 ટીપા ઉમેરી તેને આંખની નીચે લગાવવાથી ફાયદો થાય છે.

કાકડી
કાકડીનો ઉપયોગ ડાર્ક સર્કલને દુર કરવા માટે થાય છે. તમે કાકડીના નાના કડકા કરી આંખની નીચે રાખો. જેનાથી તમારી આંખને આરમ અને ઠંડક મળે છે. આ સાથે તમારી આંખની નીચેના કાળા ડાઘામાં પણ રાહત મળે છે.