News 360
Breaking News

Jioના આ 90 દિવસના પ્લાન વિશે જાણો છો? મળશે આ લાભ

Reliance Jio Long Validity Offer: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એટલે Jio. કંપની તેના વપરાશકર્તાઓ માટે સતત નવા નવા રિચાર્જ પ્લાન લઈને આવી રહ્યું છે. થોડા મહિનાઓ પહેલા કંપનીએ પોતાના તમામ રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. આ પછી બીજી કંપનીઓએ પણ તેના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો હતો. હવે દરેક કંપની પોતાના વપરાશકર્તાઓ માટે અલગ અલગ પ્રકારના સસ્તા પ્લાન લાવી રહ્યું છે. આ વચ્ચે હવે Jio એ 90 દિવસનો સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આવો જાણીએ શું મળશે તેમાં તમને લાભ.

Jio ની આકર્ષક ઓફરનો આનંદ માણ્યો
જિયોના આ રિચાર્જ પ્લાન 899 રૂપિયાનો છે. જેમાં તમને ઘણા બધા લાભ મળશે. જો તમે OTTનો વપરાશ કરો છો તો તમારા માટે તો આ પ્લાન મહત્વનો છે. આ પ્લાનમાં તમને અનેક લાભ મળી શકે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. જેમાં તમે 90 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. SMS તમે રોજના 100 સુધી ફ્રીમાં કરી શકો છો. જો તમારે નેટ પુર્ણ થઈ ગયું છે તો તમે ચેટ માટે SMSની સુવિધાનો પણ લાભ લઈ શકો છો.

આ પણ વાંચો: IPLના સૌથી મોંઘા ખેલાડી પરથી ટીમનો જ વિશ્વાસ ઉઠી ગયો! ત્રણ વિકેટ પડ્યા પછી પણ ના આવ્યો બેટિંગ કરવા

આ લાભ પણ મળશે
આ રિચાર્જ પ્લાનમાં તમને 90 દિવસ માટે દરરોજ 2GB ડેટા મળશે. 90 દિવસ માટે રેગ્યુલર પેકમાં 180GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. કંપની તમને 20GB ડેટા વધારાની ઓફર કરે છે. આ રીતે આ પ્લાન તમને કુલ 200GB ડેટા આપે છે. આ સાથે તમને Jio સિનેમાનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. આ સિવાય તમને આ પ્લાનમાં Jio TV અને Jio Cloudની ફ્રી એક્સેસ પણ મળી રહે છે.