CM રેખા ગુપ્તાએ PM મોદી સાથે કરી મુલાકાત, કહ્યું-ડબલ એન્જિન સરકાર દિલ્હીને બદલવા માટે પ્રતિબદ્ધ

CM Rekha Gupta meet PM Modi: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન કાર્યાલયે મુલાકાતની તસવીરો જાહેર કરી છે. પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ગુપ્તાએ ગુરુવારે રામલીલા મેદાન ખાતે એક ભવ્ય સમારોહમાં છ મંત્રીઓ સાથે શપથ લીધા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં 27 વર્ષ બાદ ભાજપ સત્તામાં આવી છે. આ મુલાકાત બાદ સીએમ રેખા ગુપ્તાએ પીએમ નરેન્દ્ર મોદી સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. X પર તસવીરો શેર કરતી વખતે રેખા ગુપ્તાએ લખ્યું, આજે PMના નિવાસસ્થાને PM નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. તમારા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ, ભાજપની ડબલ એન્જિન સરકાર જન કલ્યાણ અને સુશાસનના માર્ગ પર ચાલીને દિલ્હીવાસીઓના સપનાને વિકસિત દિલ્હીમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
आज प्रधानमंत्री आवास में यशस्वी प्रधानमंत्री माननीय @narendramodi जी से शिष्टाचार भेंट की।
आपके मार्गदर्शन और नेतृत्व में भाजपा की डबल इंजन सरकार लोक कल्याण और सुशासन के पथ पर चलते हुए दिल्लीवासियों के सपनों को एक विकसित दिल्ली में बदलने को प्रतिबद्ध है।… pic.twitter.com/W6hVfVaEjl
— Rekha Gupta (@gupta_rekha) February 22, 2025
નોંધનીય છે કે, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતાની સાથે જ તમામ વિભાગોમાં પરિવર્તન શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી બન્યાના એક દિવસ બાદ રેખા ગુપ્તાએ તમામ મંત્રાલયોના અસ્થાયી કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. હવે આ વિભાગોમાં નવા લોકોની ભરતી કરવામાં આવશે. તમામ મંત્રાલયોમાં, આવી નિમણૂકો અસ્થાયી ધોરણે કરવામાં આવે છે અને મંત્રીના કાર્યકાળના અંત સાથે, તેમના સહાયક સ્ટાફનો કાર્યકાળ પણ સમાપ્ત થાય છે. આ સાથે, સરકારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના મૂળ વિભાગોમાં પાછા ફરવાનો નિર્દેશ આપ્યો છે. પાછલી સરકારે વિવિધ વિભાગોમાં ઘણા કર્મચારીઓ અને અધિકારીઓની નિમણૂક કરી હતી.