September 17, 2024

શેરબજારમાં આજે Red Friday, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો

Business News: શેરબજારને શુક્રવાર ગમ્યો નથી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10:48 વાગ્યે સેન્સેક્સ 844.73 (1.02%) પોઇન્ટ લપસીને 81,346.78 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી 245.10 (-0.97%) પોઈન્ટ ઘટીને 24,900.00 પર આવી ગયો હતો. અમેરિકામાં નબળા રોજગાર ડેટા અને ખાનગી ક્ષેત્રમાં મર્યાદિત વૃદ્ધિ દર અંગેની ચિંતાઓને કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફેડરલ રિઝર્વ 17-18 સપ્ટેમ્બરના રોજ યોજાનારી તેની બેઠકમાં નીતિગત વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. દરમિયાન ઇક્વિટી માર્કેટમાં મોટી વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય નિયમનકાર સેબીના વડાને લગતા તાજેતરના વિવાદોએ પણ શેરબજારના વલણો પર નકારાત્મક અસર કરી છે.

શુક્રવારે ભારતીય બજાર બંધ થયા બાદ અમેરિકાના બિન-કૃષિ ક્ષેત્રમાં રોજગારીનું આગમન આવતા સપ્તાહમાં બજારની દિશા નક્કી થવાની ધારણા છે. સેન્સેક્સ શેરોમાં એસબીઆઈ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક ઘટાડા સાથે ખુલ્યા છે. જ્યારે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ અને ટીસીએસના શેરમાં વધારો જોવા મળ્યો હતો. KEC ઇન્ટરનેશનલના શેર સિંગલ શેર્સમાં 5% જેટલો ઉછળ્યો હતો.

કંપનીએ તાજેતરમાં રૂ. 1423 કરોડના ઓર્ડર હાંસલ કર્યા છે. અશોક બિલ્ડકોનની પેટાકંપની વિવા હાઈવેઝને પુણેમાં જમીનના બદલામાં રૂ. 453 કરોડ મળ્યા છે, જેના પછી કંપનીના શેરમાં છ ટકાનો વધારો થયો છે.

માર્કેટમાં સતત ત્રીજા દિવસે મંદીનો માહોલ
નિફ્ટી 50 અંકના ઘટાડા સાથે ખુલ્યા બાદ વધુ કમજોરી આવતાં 250 અંકથી વધુની કમજોરી સાથે 25900ને નીચે કારોબાર આવી પહોંચ્યો હતો. નિફ્ટીમાં આજે ટોપ ગેઇનરમાં માત્ર LTI MINDTREE, BAJAJFINANCE, HUL, ASIANPAINTS અને TCS જ્યારે ટોપ લુઝર્સમાં સૌથી SBI, COALIDNIA, BPCL, ONGC અને HCLTECH સામેલ છે. સેન્સેક્સમાં પણ 800 અંકથી વધુની કમજોરી જોવા મળી રહી છે. જે સાથે 81,400ની નીચે 1 ટકાની કમજોરીમાં કારોબાર કરી રહ્યો છે.

આ પણ વાંચો: Haryana Elections 2024: ભાજપમાં પડ્યા ધડાધડ રાજીનામા, 250 નેતાએ છોડી પાર્ટી

બેન્કનિફ્ટીમાં સતત કમજોરી
આજે અડધા ટકાની કમજોરી સાથે 51200ના સ્તર પર કારોબારની શરૂઆત બાદ વધુ ઘસારો આવતાં 51 હજારની નીચેના લો જોવા મળ્યો છે. બેન્કનિફ્ટીમાં આજે એક માત્ર AUBANK મજબૂતીમાં છે. જ્યારે બાકીની બધી બેન્ક લાલ નિશાનમાં કારોબાર કરી રહી છે. જેમાં સૌથી વધુ કમજોરી SBI, PNB, KOTAKBANK, INDUSINDBANK અને IDFCFIRSTBANKમાં જોવા મળી છે.

બેન્કનિફ્ટીમાં 500 અંકથી વધુની કમજોરી
મિડકેપમાં શરૂઆત મામુલી ખરીદદારી સાથે થઇ છે. જે બાદ નફાવસૂલી આવતાં 1 ટકાથી વધુના ઘટાડા સાથે મિડકેપ ઇન્ડેક્સમાં 58,800ને નીચે કારોબાર સરક્યો હતો. મિડકેપમાં આજે ટોપ ગેઇનરમાં SUPREMEINDUSTRY, COFORGE, TATA TECH જ્યારે ટોપ લુઝર્સમાં VODAFONEIDEA, INDUSTOWERS અને GMRAIRPORTS સામેલ છે. સ્મોલકેપમાં શરૂઆતી મજબૂતીમાં 19640ના રેકોર્ડ હાઇ બન્યા બાદ ભારે વેચવાલી જોવા મળી રહી છે. જે 1 ટકાના ઘટાડા સાથે સ્મોલકેપમાં 19,300ની નજીક કારોબાર આવી પહોંચ્યો છે. સ્મોલકેપમાં ટોપ ગેઇનરમાં KECINT, AAVASFINANCIER અને SONATA SOF છે. જ્યારે ટોપ લુઝર્સમાં GNFC, AMBER ENT અને WELSPIN LIVING જોવા મળ્યા છે.