Realme Narzo 80 સિરીઝમાં બે 5G સ્માર્ટફોન લોન્ચ, જાણી લો જાણકારી

Realme Narzo 80 Pro: Realme Narzo 80 Pro અને Realme Narzo 80x 5G ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. બંને નવા લોન્ચ થયેલા ફોન ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલા Realme P3 સિરીઝના ફોન જેવા જ દેખાય છે.આ બંને Realme સ્માર્ટફોન વોટરપ્રૂફ છે.

Realme Narzo 80 સિરીઝની કિંમત
Realme Narzo 80 Pro ભારતમાં ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. 12GB RAM + 256GB, 8GB RAM + 128GB, 8GB RAM + 256GB તેની શરૂઆતની કિંમત 19,999 રૂપિયા છે. તે જ સમયે, તેના અન્ય બે વેરિઅન્ટની કિંમત અનુક્રમે 21,499 રૂપિયા અને 23,499 રૂપિયા છે. તે નાઈટ્રો ઓરેન્જ, રેસિંગ ગ્રીન અને સ્પીડ સિલ્વરમાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો: રિયાન પરાગની આ ભૂલને કારણે સંજુ સેમસનને 24 લાખ રૂપિયાનો ફટકારવામાં આવ્યો દંડ

Realme Narzo 80 Pro 5G
આ Realme ફોન 6.77-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે તમને મળશે. ફોનનો ડિસ્પ્લે 120Hz હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 7400 પ્રોસેસર પર કામ કરે છે. આ ફોનમાં 12GB LPDDR4X રેમ અને 256GB UFS 3.1 સ્ટોરેજ સપોર્ટ હશે. આ ફોન એન્ડ્રોઇડ 6.0 પર આધારિત Realme UI 15 પર કામ કરે છે.