November 24, 2024

Realmeએ સસ્તા ભાવે શાનદાર ગેમિંગ સ્માર્ટફોન કર્યો લોન્ચ

Realme Narzo 70 Turbo ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Realmeએ આ ગેમિંગ સ્માર્ટફોનને 15,000 રૂપિયાની કિંમત સાથે લોન્ચ કર્યો છે. Realme દ્વારા આ વર્ષેના લોન્ચ કરવામાં આવેલો Realme Narzo 70 સીરીઝનો આ ત્રીજો સ્માર્ટફોન છે.

Realme Narzo 70 Turbo ની કિંમત
Realmeનો આ સસ્તો ગેમિંગ સ્માર્ટફોન ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં આપવામાં આવ્યો છે. જેમાં તમને 6GB RAM + 128GB, 8GB RAM + 128GB અને 12GB RAM + 256GB મળી રહેશે. આ ફોનનો પહેલો સેલ 16 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે શરૂ થશે. કંપનીની ઓફિશિયલ સાઈટ પર આ ફોન તમને મળી રહેશે. ફોનની ખરીદી પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. Realme Buds N1 ની કિંમત 1,999 રૂપિયા છે અને તેનું વેચાણ 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે Amazon પર થશે.

આ પણ વાંચો: iPhone 16 Series: કિંમત સહિત એ તમામ વસ્તુ જે તમે જાણવા માગો છો

Realme Narzo 70 Turbo ના ફીચર્સ
Realme Narzo 70 Turbo ના ફીચર્સની વાત કરવામાં આવે તો Realme 13 5G સિરીઝ જેવા જ છે. આ ફોનમાં 6.67 ઇંચની OLED ડિસ્પ્લે તમને મળી રહેશે, જે 120Hz હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. ફોનના ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 2000 nits સુધી છે. આ ફોન MediaTek Dimensity 7300 Energy પ્રોસેસર પર કાર્ય કરે છે. ફોનમાં 45W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફીચર સાથે 5000mAh બેટરી તમને મળી રહેશે.