RCB vs RR: રાજસ્થાન રોયલ્સને ઝટકો લાગ્યો, સૌથી મોટો ખેલાડી ‘આઉટ’

IPL 2025: આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 24 એપ્રિલે મેચ રમાવાની છે. આ પહેલા રાજસ્થાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સૌથી મોટો મેચ વિનર સંજુ સેમસન બહાર થઈ ગયો છે. તે આરસીબી સામે રમાનારી મેચમાં ભાગ લેશે નહીં.

દિલ્હી સામે ઈજાગ્રસ્ત થયો
સંજુ સેમસન દિલ્હી સામે રમાયેલી મેચમાં બેટિંગ કરી રહ્યો હતો. આ સમયે તેને ઈજા થઈ હતી. આ પછી તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો અને પેવેલિયન પાછો ફર્યો હતો. સંજુએ સુપર ઓવરમાં પણ બેટિંગ ન કરી અને રાજસ્થાનને દિલ્હી સામે હાર માની લેવી પડી હતી. આ પછી લખનૌ સામેની મેચમાં સંજુ પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર થઈ ગયો હતો. હવે હાલ માહિતી સામે આવી રહી છે તેમાં સામે આવ્યું કે 24 એપ્રિલે RCB સામે રમાનારી મેચમાંથી પણ બહાર થઈ ગયો છે.