Virat Kohli સિવાય RCBની નજર આ ખેલાડી પર રહેશે
RCB vs RR : આજે RCB અને RR વચ્ચે એલિમિનેટર મેચ છે. IPLમાં આજની મેચ બંને ટીમ માટે ખુબ મહત્વપૂર્ણ છે. આજની મેચમાં બેટ્સમેન વિરાટ કોહલી પર તમામ લોકની નજર છે. કારણ કે આ સિઝનમાં તેનું શાનદાર પ્રદર્શન સતત જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે વિરાટની સાથે હજૂ પણ એક બેટ્સમેન છે કે તે શાનદાર પ્રદર્શન કરી શકે છે.
મોટું કારનામું કર્યું
RCBની ટીમની આ વખતની સિઝનમાં શરૂઆતમાં ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. શરૂઆતમાં સતત 6 મેચમાં હાર મળી હતી. જેના કારણે એવું લાગતું હતુ કે RCBની ટીમ હવે પ્લેઓફમાં નહીં જઈ શકે. પરંતુ ટીમે ફરી વાપસી કરી હતી. જે બધા માટે વિચારી ના શકાય તેવું હતું. 6 મેચમાં સતત હાર અને પછી સતત 6 મેચમાં જીત મળી હતી. જેના કારણએ તેણે પોઈન્ટ ટેબલમાં 4 સ્થાન પર જગ્યા બનાવી લીધી હતી. હવે આજના દિવસે રાજસ્થાની ટીમ સાથે મુકાબલો થવાનો છે.
આ પણ વાંચો: KKRની જીતના આનંદમાં શાહરૂખ ખાને કરી ભૂલ
આજે જે પણ ટીમ હારશે તે બહાર થશે
આજની મેચ જે પણ ટીમ હારશે તે IPL 2024માંથી બહાર થઈ જશે. કારણ કે તે એલિમિનેટર છે. આજની મેચ જીતનારી ટીમ સીધી ક્વોલિફાયર 2માં જશે, જ્યાં તેનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. એટલે કે તેની ટાઈટલ જીતવાની તક હજુ પણ રહેશે. આજની મેચમાં વિરાટની સાથે લોકોની નજર રજત પાટીદાર પર પણ રહેશે. રજત પાટીદારે વર્ષ 2022માં જ્યારે ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. મહત્વની વાત એ છે કે આ સિઝનમાં જોરદાર બેટિંગ કરી રહ્યો છે. જેના કારણે આજની મેચમાં પણ લોકોને આશા છે કે તેનું પ્રદર્શન જોરદાર રહેશે.