June 16, 2024

Kohliને મળી Ahmedabadમાં ધમકી, ચારની ધરપકડ

Virat Kohli: આજે IPL 2024 ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદમાં છે. પરંતુ આ મેચ પહેલા વિરાટ કોહલીને અમદાવાદમાં ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે RCBએ તેની એકમાત્ર પ્રેક્ટિસ મેચ રદ કરી હતી.

પહેલી પ્રાથમિકતા છે
આ મેચ પહેલા એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલીને ધમકીઓ મળી હતી જેના કારણે RCBએ પ્રેક્ટિસ મેચ અને પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી હતી. મહત્વની વાત એ છે કે અમદાવાદ એરપોર્ટથી પોલીસે ચાર શકમંદોની ધરપકડ કરી હતી. જોકે કોઈ આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ મામલે પોલીસ અધિકારી વિજય સિંહ જ્વાલાએ મીડિયાને માહિતી આપાતા જણાવ્યું કે જ્યારે વિરાટની સુરક્ષા તે અમારી પહેલી પ્રાથમિકતા છે.

વિરાટના કર્યા વખાણ
આજે રાજસ્થાન અને બેંગ્લોરની ટીમનો મુકાબલો અમદાવાદમાં છે. આ પહેલા RCBના પૂર્વ બોસે વિરાટ કોહલી વિશે પોતાના વિચારો વ્યક્ત શેર કરતા જોવા મળ્યા હતા. શિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના વખાણ કર્યા હતા. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે આ વખતની ipl 2024માં RCB IPLની ટ્રોફી જીતી શકે છે. તેમાં વિરાટનો પણ તેમા ઘણો ફાળો હશે. . ઓલ ધ બેસ્ટ.”

આ પણ વાંચો: KKRની જીતના આનંદમાં શાહરૂખ ખાને કરી ભૂલ

જોરદાર બેટિંગ
આજની મેચ જે પણ ટીમ હારશે તે IPL 2024માંથી બહાર થઈ જશે. કારણ કે તે એલિમિનેટર છે. આજની મેચ જીતનારી ટીમ સીધી ક્વોલિફાયર 2માં જશે, જ્યાં તેનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. એટલે કે તેની ટાઈટલ જીતવાની તક હજુ પણ રહેશે. આજની મેચમાં વિરાટની સાથે લોકોની નજર રજત પાટીદાર પર પણ રહેશે.  રજત પાટીદારે વર્ષ 2022માં જ્યારે ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. મહત્વની વાત એ છે કે આ સિઝનમાં જોરદાર બેટિંગ કરી રહ્યો છે. જેના કારણે આજની મેચમાં પણ લોકોને આશા છે કે તેનું પ્રદર્શન જોરદાર રહેશે.