October 31, 2024

કોઈ ઝગડો ‘વિરાટ’ કે ‘ગંભીર’ નથી, દિલ્હી પોલીસે શેર કર્યું મીમ્સ

અમદાવાદ: ગઈ કાલની મેચમાં વિરાટ અને ગંભીર એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે જ સમયે, દિલ્હી પોલીસે લોકોને જાગૃત કરવા માટે વિરાટ અને ગંભીરની મીટિંગના મીમ્સ શેર કર્યા હતા.

વિવાદનો અંત લાવ્યો
ગઈ કાલે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે એમ ચિન્નાસ્વામીના મેદાનમાં એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આ જોઈને દિલ્હી પોલીસે પણ એક્સ હેન્ડલ પર ફની મીમ્સ શેર કર્યો હતો. પોલીસનો પ્રયાસ હતો કે લોકોને આ મીમ્સ થકી જાગૃત કર્યા હતા. આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ આ ફોટો પસંદ આવી રહ્યો હતો.

આ પણ વાંચો: રિયાન પરાગની ધૂંઆધાર બેટિંગ! દિલ્હી કેપિટલ્સનો પરસેવો છૂટ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ
RCB અને KKR વચ્ચેની મેચ દરમિયાન વિરાટ અને ગંભીર એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દિલ્હી પોલીસે X હેન્ડલ પર ગંભીર અને કોહલીનો ફોટો શેર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે 112 ડાયલ કરો અને તમારી લડાઈને સમાપ્ત કરો. કોઈ લડાઈ વિરાટ નથી કે ‘ગંભીર’ હોતી નથી. દિલ્હી પોલીસની આ પોસ્ટ ખુબ વાયરલ થઈ હતી.

પોઈન્ટ ટેબલમાં સ્થાન
IPLની 17મી સીઝનની 10મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. જેમાં ગઈ કાલની મેચમાં RCB હારને કારણે મોટું નુકસાન થયું છે. 3 મેચમાં 1 જીત થતાં તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. 2 મેચમાં 2 જીત સાથે KKRનો નેટ રન રેટ 1.047 છે અને તેના પોઈન્ટ હવે 4 પર સ્થાન પર પહોંચી ગયું છે. પ્રથમ સ્થાજા સ્થાને રાજસ્થાન રોયલ્સ છે જેમણે પોતાની પહેલી 2 મેચ શાનદાર જીતી છે.