November 10, 2024

ધનતેરસ પર Jio આપી રહ્યું છે ઘરે બેઠાં સોનું ખરીદવાની તક

Jio Gold: ધનતેરસના શુભ અવસર પર સોનું ખરીદવું ખુબ શુભ માનવામાં આવે છે. આ પરંપરા વર્ષો જૂની છે. જો તમે પણ આજના દિવસે ધનતેરસના શુભ અવસર પર સોનું ખરીદવા માંગો છો તો તમારા પાસે સુવર્ણ તક છે. તમે થોડીક સેકન્ડમાં જ ઘરે બેઠા સોનું ખરીદી કરી શકો છો.

લાંબી કતારોમાં ઉભા નહીં રહેવું પડે
જો તમારે આજના દિવસે સોનાની ખરીદી કરવી છે. પરંતુ લાંબી કતારોમાં ઉભા રહેવાનો કંટાળો આવે છે. તો JioFinance એપ તમને આ સુવિધા આપી રહી છે. આ એપની મદદથી તમારે સ્માર્ટગોલ્ડમાં રોકાણ કરવાનું રહેશે. તમે થોડીક સેકન્ડમાં ઘરે બેઠા સોનું ખરીદી શકો છો અને તેની ડિલિવરી ઘરે જ થઈ જશે. Jioનું સ્માર્ટ ગોલ્ડ એ ગ્રાહકો માટે સોનેરી તક લઈને આવ્યું છે.

આ પણ વાંચો: દિવાળીની ખરીદી કરવા જાવ છો? આ ક્રેડિટ કાર્ડ્સ પર મળી રહી છે બમ્પર ઑફર્સ

તમે આ રીતે સોનું ખરીદી શકો છો
Jio Finance એપ સોનું ખરીદવાની સાથે તમને બીજી સુવિધા પણ આપે છે. સોનાના સિક્કા અથવા સોનાના દાગીનામાં એક્સચેન્જ કરવાની સુવિધા પણ આપે છે. આ સાથે આ એપ રોકાણને રિડીમ કરવા માટે સંપૂર્ણપણે ડિજિટલ, સુરક્ષિત અને સીમલેસ પ્રક્રિયા પૂરી પાડે છે. ડિજિટલ પ્લેટફોર્મ પરથી સીધા સોનાના સિક્કા ખરીદી કરીને તેને તેના ઘરે પહોંચાડવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. JioFinance એપ્લિકેશન પર તમે સોનાના ભાવ પણ તમે જોઈ શકો છો.