RCB માટે વરસાદ બની શકે છે ખલનાયક, જાણો CSK સામેની મેચમાં કેવું રહેશે હવામાન

RCB vs CSK: આજે બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આમને-સામને આવશે. આ મેચનું આયોજન બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે થવાનું છે. આરસીબી ટીમ સીએસકે સામેની મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવા માટે પૂરો પ્રયત્ન કરશે. પરંતુ આજની મેચમાં વરસાદને કારણે વિક્ષેપ થઈ શકે છે. આવો જાણીએ આજની મેચમાં કેવું રહેશે હવામાન.

આ પણ વાંચો: IPLમાં CSK સામેની મેચમાં RCB ટીમ આજે જીતે છે તો આ નવો ઇતિહાસ રચાશે

આવું રહેશે હવામાન
બેંગ્લોરમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આજના દિવસે પણ વરસાદની સંભાવનાઓ છે. એક રિપોટ પ્રમાણે આજે સાંજે 9 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડી શકે છે. આ પછી વરસાદ બંધ થાય તો મેચમાં ઓવરોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. . ચિન્નાસ્વામી ખાતે ડ્રેનેજ સિસ્ટમ ખૂબ સારી છે , જેના કારણે વરસાદ પડે છે તો પણ ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ રમાઈ શકે છે.