UPI લાઇટ યુઝર્સને RBIએ આપી ભેટ
UPI Lite: ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ UPI Lite યુઝર્સને મોટી ભેટ છે. RBI ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે. કુલ મર્યાદા વધારીને 5,000 કરી દીધી છે. તમને જણાવી દઈએ કે કુલ મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરી દેવામાં આવી છે. RBIએ સ્પષ્ટતા કરી છે કે એએફએ વડે માત્ર ઓનલાઈન મોડમાં ફરી ભરી શકાય છે.
આ પણ વાંચો: પાટીદાર સમાજના ખેલાડી હવે શારજહામાં સિક્સર મારશે, સમાજની ટુર્નામેન્ટનું પહેલીવાર વિદેશમાં આયોજન
ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ફેરફારો
RBIએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે કુલ મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરી દેવામાં આવી છે. ઓનલાઈન મોડમાં AFA સાથે ફરી ભરી શકાશે. RBIએ નિવેદનમાં જણાવ્યું કે 9 ઓક્ટોબર, 2024 ના રોજ યોજાયેલી MPC મીટિંગ પછી ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ફેરફારો કરવામાં આવ્યા છે. UPI 123Pay માટેની પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂપિયા 5,000 થી વધારીને રૂપિયા 10,000 કરી દેવામાં આવી છે. UPI Lite વોલેટની મર્યાદા રૂપિયા 2,000 થી વધારીને રૂપિયા 5,000 કરી દેવામાં આવી છે.