રોહિત શર્માની નિવૃત્તિને લઈને રવિ શાસ્ત્રીએ કહી આ ચોંકાવનારી વાત
Ravi Shastri On Rohit Sharma: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ સિડનીમાં રમાવાની છે. આ પહેલા રોહિત શર્મા સતત ચર્ચામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના અંદાજા લગાવવામાં આવી રહ્યા છે. બંને ટીમનો મુકાબલો 4 જાન્યુઆરીથી થવાનો છે. આ પહેલા રોહિત શર્માના નિવૃત્તિના સમાચાર સતત આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે રોહિત શર્મા નિવૃત્ત થશે? આ વાતનો જવાબ કોચ રવિ શાસ્ત્રીએ આપ્યો છે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય રમત પુરસ્કારની જાહેરાત, મનુ ભાકર-ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ધ્યાનચંદ એવોર્ડ
રોહિત શર્માની નિવૃત્તિ પર રવિ શાસ્ત્રીએ શું કહ્યું?
છેલ્લા 2 દિવસથી રોહિતની ચર્ચા ખૂબ વધી રહી છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે ઘણા યુવા ખેલાડીઓ છે, શુભમન ગિલ છે, જેની પાસે 40ની એવરેજ સાથે બેટિંગ કરવાની કળા છે અને તે રમી રહ્યો નથી મને નવાઈની વાત એ લાગે છે કે ગિલ જેવો ખેલાડી ટીમનો ભાગ નથી. હું માનું છું કે રોહિત શર્માની નિવૃત્તિનો યોગ્ય સમય આવી ગયો છે. જો હું રોહિત શર્માની આસપાસ હોત, તો મેં તેને કહ્યું હોત, બસ જાઓ. મોટા ભાગના રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ટીમ પાંચમી ટેસ્ટમાં રોહિત શર્મા મેદાનમાં નહીં ઉતરે.