February 3, 2025

રવાનો શીરો બનાવો આ રીતે, રોજ ખાવાનું મન થશે

Rava Sheero: શિયાળાની સિઝનમાં આપણને અલગ અલગ મીઠાઈ ખાવાનું મન થતું હોય છે. ત્યારે એવું થાય થોડા જ સમયમાં કોઈ વસ્તું બની જાય તો મજા પડી જાય. ત્યારે અમે તમારા માટે રવાનો શીરો બનાવવાની રીત લઈને આવ્યા છે. જે ટેસ્ટમાં લાગશે મસ્ત અને બની જશે વેરી ફાસ્ટ. આવો જાણીએ કેવી રીતે બનાવશો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની આગામી T20 સિરીઝ ક્યારે અને કોની સાથે યોજાશે?

સામગ્રી: સોજી, ખાંડ, ઘી, દૂધ, કાજુ, કિસમિસ, પિસ્તા અને બદામ, એલચી પાવડર, કેસર.

સોજી શીરો બનાવવાની રેસીપી
રવાને તમારે ચાળી લેવાનો રહેશે. આ પછી તમારે એક પેન લેવાનું રહેશે. તેને તમારે ધીમે ધીમે શેકી લેવાનો રહેશે. બ્રાઉન કલરનો થઈ જાય પછી તેમાં તમારે દૂધ કે ગરમ પાણી ઉમેરવાનું રહેશે. આ પછી તમારે તેમાં ખાંડ ઉમેરવાની રહેશે. હવે તમારે કેસર અને એલચી પાવડર ઉમેરવાનો રહેશે. કિસમિસ, કાજુ, પિસ્તા અને બદામના ટુકડા શેકીને નાંખો. હવે શીરાને સારી રીતે મિક્સ કરી દો.