રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક ન હોય તો અનાજ નહીં મળે, હજારો પરિવારો હેરાન
રાજકોટઃ સસ્તા અનાજની દુકાનોમાં હવેથી રાશનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહીં હોય તેવા પરિવારને અનાજ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હજારો પરિવારો અનાજવિહોણા રહે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.
હજારો કાર્ડધારકોને અનાજ નહીં મળે
1લી માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નહીં કરાવ્યું તેવા તમામ રેશનકાર્ડધારકોને અનાજ નહીં મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં 20 હજાર તેમજ જિલ્લામાં 33 હજાર કાર્ડધારકોને અનાજ મળવાનું બંધ થયું છે. પરિવારમાંથી એક-બે વ્યક્તિને આધારકાર્ડ ન હોય તો તેમના રેશનકાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
સસ્તા અનાજના એસોશિએનનો વિરોધ
તો બીજી તરફ, સસ્તા અનાજના એસોસિએશનના હોદ્દેદારોએ વિરોધ કર્યો છે. એસોસિએશને તમામ ગરીબ પરિવારોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માગ કરી છે. ગરીબોને હેરાન ન કરી અનાજ આપવા માગ કરી છે.