હારીજ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા રાષ્ટ્ર ચિંતન શિબિર યોજાઈ
ભાવેશ ભોજક, પાટણ: હારીજ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા રાષ્ટ્ર ચિંતન શિબિરનું આયોજન ગોતરકા આશ્રમના સંત નિજાનંદ મહારાજના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિજાનંદ મહાદે રાષ્ટ્રના હિત માટે ભારતીય જનતા પાર્ટી તરફેણમાં મતદાન કરવા બ્રહ્મ સમાજને અનુરોધ કર્યો હતો.
હારીજ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલ રાષ્ટ્ર ચિંતન શિબિરને સંબોધતા નિજાનંદ મહારાજે જણાવ્યું હતું કે, હું એક સાધુ છું મારે માટે કોઈ સત્તા કે પક્ષથી કોઈ મતલબ નથી પણ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનું જ્યાં અપમાન થતું હોય તેમ છતાં હું ચૂપ રહું તો દેશ કોલોની કલ્ચર બની ગયો હોય તેવી સ્થિતિ કોંગ્રેસ સરકારે કરી હતી. ચૂંટણીઓ લોકશાહીનો હિસ્સો હોય છે તે આવે છે અને જાય છે, પણ 2014 પછીની ચૂંટણીઓમાં જેટલા નિર્ણયો થયા તે ઐતિહાસિક નિર્ણયો થયા છે અને તેની નોંધ પણ ઇતિહાસમાં લેવાય છે.
આજે નાટોના દેશો ભારતને પૂછીને કામ કરે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો પ્રતાપ છે. 2014 પહેલા કોલોની કલ્ચરમાં દેશ જતો રહ્યો હતો જે નરેન્દ્ર મોદીના નેતૃત્વ બાદ પુનઃ પોતાના સાંસ્કૃતિક ધરોહર તરફ પાછો વળ્યો છે. સાંસ્કૃતિક વારસો બ્રાહ્મણોનું મુખ્ય રહ્યો છે આજની આ ચિંતન શિબિર સાંસ્કૃતિક વારસાના પક્ષ ધર્મ છે અને તેના કારણે બીજેપીના ઉમેદવારના માધ્યમથી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથે સાંસ્કૃતિક ધરોહરો પાછી અપાવી છે તેમના ઋણ ચૂકવવાની અપીલ પણ કરી છે.
રાષ્ટ્રના હિત માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા બ્રહ્મ સમાજને અનુરોધ કર્યો હતો. પાટણ લોકસભા બેઠકની દરેક વિધાનસભા સીટોમાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજ પહેલેથી જ રાષ્ટ્ર સેવામાં સમર્પિત રહ્યો છે. નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા પાટણ લોકસભા બેઠક પર વધુ મતદાન બીજેપી તરફી કરાવવા બ્રહ્મ સમજે ઠરાવ કર્યો છે.