July 7, 2024

Ranji Trophy 2024: ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડનું શિડ્યૂલ જાહેર

અમદાવાદ: રણજી ટ્રોફી 2024ના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડનું શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટની સૌથી મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ આ મેચ ગણવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લે છે. ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડની મેચ કોની વચ્ચે રમાશે તે વાતની હવે ખાતરી થઈ ગઈ છે.

ફાઈનલ રાઉન્ડ
રણજી ટ્રોફી 2024નો ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડ 23 ફેબ્રુઆરીથી રમાશે. આ ટુર્નામેન્ટના લીગ તબક્કામાંથી ચાર જૂથોમાંથી ટોપ-2 ટીમો આ ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ફાઈનલ મેચમાં વિદર્ભ અને કર્ણાટકની ટીમની સાથે મેચ રમાશે. આ મેચનું આયોજન નાગપુરમાં કરવામાં આવ્યું છે. બીજી ક્વાર્ટર ફાઈનલ મેચની વાત કરવામાં આવે તો મુંબઈ અને બરોડાની ટીમો વચ્ચે રમાશે. રણજી ટ્રોફી 2024ની છેલ્લી ક્વાર્ટર ફાઈનલમાં મધ્યપ્રદેશની ટીમ આંધ્રપ્રદેશની ટીમ સામે ટકરાશે.

ફાઇનલ મેચોનું શેડ્યૂલ
ક્વાર્ટર ફાઇનલ 1: વિદર્ભ vs કર્ણાટક, ક્વાર્ટર ફાઈનલ 2: મુંબઈ વિરુદ્ધ બરોડા, ક્વાર્ટર ફાઈનલ 3: તમિલનાડુ વિરુદ્ધ સૌરાષ્ટ્ર, ક્વાર્ટર ફાઈનલ 4: મધ્ય પ્રદેશ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ, આ વખતે પ્લેટ વિભાગની ટોચની બે ટીમો હૈદરાબાદ અને મેઘાલય છે. આ ટીમો રણજી ટ્રોફીની આગામી સિઝનમાં એલિટ ગ્રુપનો ભાગ હશે.

સૌથી સફળ બોલર
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ રાંચી ટેસ્ટમાં નહીં રમે. જોકે 5 ટેસ્ટ શ્રેણીની પ્રથમ 3 મેચમાં જસપ્રીત બુમરાહએ જોરદાર પ્રદર્શન કર્યું છે. જો જસપ્રીત બુમરાહ મેચ નહીં રમે તો તેનો ફાયદો ઈંગ્લેન્ડની ટીમ ઉઠાવી શકે છે.

મોટો રેકોર્ડ
રોહિત શર્માની અત્યાર સુધીની વાત કરવામાં આવે તો તેણે ટેસ્ટમાં 11 સદી ફટકારી છે. કેપ્ટન તરીકે પણ તેણે 3 ટેસ્ટ સદી ફટકારી હતી. ટેસ્ટ મેચ જીતીને તેણે સદી ફટકારનાર ભારતીય કેપ્ટનોની યાદીમાં તે ત્રીજા સ્થાને આવી ગયો છે. મહત્વની વાત એ છે કે એમએસ ધોનીના રેકોર્ડને તોડવાની તક પણ તેમની પાસે છે. મોહમ્મદ અઝહરુદ્દીને પણ કેપ્ટન તરીકે ટેસ્ટ મેચ જીતવામાં 4 સદી ફટકારી હતી. એમએસ ધોનીની વાત કરવામાં આવે તો તેણે પોતાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને 27 ટેસ્ટમાં જીત અપાવી હતી.