July 4, 2024

પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર Ramoji Raoનું નિધન, 87 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Ramoji Rao died: રામોજી રાવ ગ્રુપના સ્થાપક રામોજી રાવના નિધનના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમની તબિયત બગડ્યા બાદ નિર્માતાને 5 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શનિવારે સવારે 3.45 કલાકે તેમનું અવસાન થયું હતું. હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 87 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનથી મનોરંજન અને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

તેમનું નામ ચેરુકુરી રામોજી રાવ હતું અને તેમનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ એક બિઝનેસમેન, મીડિયા એન્ટરપ્રેન્યોર અને ફિલ્મ પ્રોડ્યુસર હતા. વર્ષ 2016માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તે એક ખેડૂત પરિવારમાંથી હતા અને ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. તેઓ ETV નેટવર્કના સ્થાપક હતા જે એક પ્રખ્યાત મીડિયા કંપની છે. આ સિવાય તેઓ તેમની પત્ની રમા દેવીના નામે રમાદેવી પબ્લિક સ્કૂલ પણ ચલાવતા હતા. તેઓ ફિલ્મો સાથે પણ જોડાયેલા હતા. તેમનું ઉષા કિરણ મૂવીઝ નામનું પ્રોડક્શન હાઉસ હતું. આ ઉપરાંત તેની પાસે હૈદરાબાદ પાસે રામોજી ફિલ્મ સિટી નામની ફિલ્મ સિટી પણ હતી જ્યાં મોટા પાયે શૂટિંગ થાય છે. એટલું જ નહીં હૈદરાબાદમાં ડોલ્ફિન હોટેલ્સ નામની હોટેલ્સ પણ છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં તેમનો સારો દબદબો હતો અને તેમણે ઘણું સન્માન મેળવ્યું હતું.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી 9મી જૂને વડાપ્રધાન પદના શપથ લેશે, મંત્રી-MLAને આમંત્રણ

ફિલ્મો સાથેનો સંબંધ
મોટા બિઝનેસમેન હોવા ઉપરાંત ગ્લેમર વર્લ્ડમાં પણ તેમનું યોગદાન હતું. તેમના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને કન્નડ ફિલ્મો બની હતી. સિનેમા જગતમાં તેમના યોગદાન માટે તેમને 4 વખત ફિલ્મફેર સાઉથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ નુવવે કવલી માટે પણ તેમને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે તેમને 5 નંદી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે.