November 22, 2024

બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ કરનાર આરોપી અને કાવતરાખોરની NIAએ કરી ધરપકડ

Rameshwaram Cafe Bomb Blast: બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બ્લાસ્ટને અંજામ આપનાર આરોપી અને કાવતરાખોરની ધરપકડ કરી છે. બંને આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ જે બે આરોપીઓને પકડ્યા છે તેમના નામ અબ્દુલ માથિન તાહા અને મુસાવીર શાજીબ હુસૈન છે. મુસાવીર હુસૈન શાઝીબ એ આરોપી છે જેણે કાફેમાં IED મૂક્યો હતો અને અબ્દુલ માથિન તાહા પ્લાનિંગ, બ્લાસ્ટને અંજામ આપવા અને કાયદાની ચુંગાલમાંથી બચવા પાછળનો માસ્ટરમાઇન્ડ છે.

12 એપ્રિલ 2024ના રોજ વહેલી સવારે NIAને કોલકાતા નજીક ફરાર આરોપીને શોધવામાં સફળતા મળી હતી. માહિતી અનુસાર, આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને રહેતા હતા. તપાસ એજન્સીએ પહેલા મુખ્ય આરોપી મુસાવીર શાજીબ હુસૈનની ઓળખ કરી હતી, જેણે બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ કેસમાં અન્ય કાવતરાખોર અબ્દુલ માથિન તાહાની પણ ઓળખ થઈ હતી, જે અન્ય કેસમાં પણ એજન્સીને વોન્ટેડ છે. બંને ઝડપાઈ ગયા છે. અગાઉ NIAની ટીમો દ્વારા કર્ણાટકમાં 12, તમિલનાડુમાં 5 અને ઉત્તર પ્રદેશમાં એક સ્થાન સહિત કુલ 18 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સહ કાવતરાખોર મુઝમ્મિલ શરીફને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, NIAએ 3 માર્ચે આ કેસનો કબજો લીધો હતો. NIAએ થોડા દિવસો પહેલા એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે બ્લાસ્ટ કોણે કરાવ્યો હતો.

નવરાત્રિ દરમિયાન રામેશ્વરમ કાફે ફરી ખુલ્યું
તમને જણાવી દઈએ કે 1 માર્ચના રોજ બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કાફેમાં ટાઈમરનો ઉપયોગ કરીને આઈઈડી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ બાદ મહાશિવરાત્રીના અવસર પર કાફે ખૂબ જ ધામધૂમથી ખોલવામાં આવ્યો હતો. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને તપાસવા માટે કેફેના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. પ્રવેશની મંજૂરી આપતા પહેલા સ્ટાફ દરેક ગ્રાહકને હેન્ડહેલ્ડ ડિટેક્ટર્સ સાથે સ્ક્રીન કરશે. તમામ ગ્રાહકો પર નજીકથી નજર રાખવામાં આવશે અને સ્ટાફ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ માટે નજર રાખશે.