News 360
Breaking News

Ramadan Controvery: મુસ્લિમ ધર્મગુરુએ Mohammed Shamiને કહ્યો ‘અપરાધી’

Mohammed Shami Ramadan Controvery: ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને રમજાન દરમિયાન રોજા ન રાખવા બદલ ‘અપરાધી’ ગણાવ્યો છે. આ ટિપ્પણી બાદ વિવાદ ઉભો થયો છે. નોંધનીય છે કે, રમજાન દરમિયાન, 34 વર્ષીય ખેલાડી મંગળવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પીતો જોવા મળ્યો હતો. મૌલાનાએ વીડિયો જોયા બાદ આ નિવેદન આપ્યું છે.

‘રોજા રાખવા એ મુસ્લિમની ફરજ છે…’
મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું, “મોહમ્મદ શમીએ રોજા ન રાખીને અપરાધ કર્યો છે. તેમણે આ ન કરવું જોઈએ. શરિયાની નજરમાં તેઓ અપરાધી છે. શમીએ ખુદાને જવાબ આપવો પડશે. મૌલાના શહાબુદ્દીને વધુમાં કહ્યું, “રોજા રાખવા એ દરેક મુસ્લિમની ફરજ છે… જો કોઈ સ્વસ્થ સ્ત્રી કે પુરુષ રોજા નથી રાખતા તો, તે મોટો અપરાધી હશે.”

સસ્તી લોકપ્રિયતા માટે આપેલું નિવેદન
જોકે, મૌલાનાની ટિપ્પણી ઘણા લોકોને પસંદ ન આવી. શિયા ધર્મગુરુ મૌલાના યાસુબ અબ્બાસે મૌલાનાની ટીકા કરતા દાવો કર્યો કે આ નિવેદન સસ્તી લોકપ્રિયતા માટે આપવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહાલીએ કહ્યું કે શમી રમી રહ્યો હોવાથી તેની પાસે રોજા ન રાખવાનો વિકલ્પ છે.