November 24, 2024

રામ નવમીની આરતી માટે આ રીતે કરો ઓનલાઇન બુકિંગ

Ram Navami 2024: રામનવમી આવી રહી છે. ત્યારે ભક્તોને અયોધ્યાના રામલલ્લાના દર્શન કરવા તો હોય જ, રામનવમી પર ભગવાન રામની આરતી કરવા માંગો છો? તો તેના માટે હવે ટેકનોલોજી ઉપયોગી બનશે. આ રીતે તમે ભગવાન શ્રી રામ દર્શન કરી શકશો.

લાખો ભક્તો ઉમટશે
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે, આ મંદિરને પૂર્ણ કરવામાં થોડો સમય લાગશે. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. જેના કારણે આ રામનવમીના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળશે. જો તમે પણ રામનવમીના દિવસે રામલલ્લાના દર્શન કરવા માંગો છો. તો તમે સરળતાથી કરી શકો છો. જેના માટે તમારે ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે. જેના કારણે તમારે આરતીનો સ્લોટ બુક થઈ જશે.

હાજરી આપવી
રામલલ્લાના દર્શન સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી થશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમે દર્શન કરી શકશો. આ સમયમાં ફેરફાર 2થી 3 દિવસમાં વધીને 20 કલાકનો થઈ ગયો છે. જો તમારે મંગળા આરતીમાં હાજરી આપવી હોય તો તમારે સવારે 4 વાગ્યાના દર્શન કરવાના રહેશે. શૃંગાર આરતીનો સમય સવારે 6.15 વાગ્યાનો છે. સાંજની આરતીનો સમય 6.45 છે અને શયન આરતી રાત્રે 10 વાગ્યે કરવામાં આવે છે.

આ રીતે કરો અરજી
રામલલ્લાની આરતી માટે ઓનલાઈન બુકિંગ માટે તમારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ https://srjbtkshetra.org/ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારૂ હોમ પેજ ખુલશે. જેમાં તમારે આરતીના દર્શનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ તમારે તમારી અંગત માહિતી ભરવાની રહેશે અને તારીખ અને સમય પસંદ કરવાનું રહેશે. બાકીની માહિતી સબમિટ કરો જેમાં તમારે નામની સાથે તમામ મહત્વની માહિતી અને પ્રૂફ સબમિટ કરવાના રહેશે. હવે પછી તમારે તમારા ફોન નંબર દાખલ કરવાના રહેશે. ત્યારબાદ તમારે ચુકવણી કરવાનો ઓપશન આવશે. તમને બુકિંગ વિગતો અને QR કોડ મળશે. તમે તેની પ્રિન્ટ આઉટ લો અને તેને મંદિરના પ્રવેશદ્વાર પર બતાવો.