News 360
Breaking News

રાજકોટ SOG ટીમે 24 કિલો ગાંજા સાથે બે વ્યક્તિની કરી ધરપકડ

Rajkot: રાજ્યમાં અવારનવાર ગાંજો, દારૂ ઝડપાયો હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે રાજકોટ SOG ટીમે શાસ્ત્રી મેદાનમાંથી ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે 24 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ પોલીસે 24 કિલો ગાંજા સાથે કાર્તિક ઉર્ફે ભોલો કાનજી ગોહિલ અને જીવા હાથી ચુડાસમાની ધરપકડ કરી છે. રાજકોટ SOG ટીમે 2.40 લાખનો ગાંજાનો જથ્થો સહિત 2.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ પોલીસે બે મોબાઈલ, એક બાઈક પણ જપ્ત કર્યું છે. આ ઘટનાને લઈને હાલ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને EDએ કેમ મોકલ્યું સમન્સ? 27 એપ્રિલે થવું પડશે હાજર