રાજ્યમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો, રાજકોટમાં ઝડપાયો નકલી ડોક્ટર
Rajkot: રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે ફરી એકવાર રાજકોટમાંથી બોગસ તબીબ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. મેટોડો GIDC વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો છે. રુરલ SOGએ ટીમે બાતમીના આધારે ડોક્ટરને ઝડપી પાડ્યો છે.
મળતીમ માહિતી અનુસાર રાજકોટ રૂરલ SOG ટીમે બાતમીના આધારે મેટોડા GIDC વિસ્તારમાંથી બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આ સિવાય જુદી-જુદી 41 હજારથી વધુની એલોપેથીની દવાઓ જપ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, સંજય દિનેશ ટીલાવત નામનો બોગસ તબીબ સર્વોદય નામનું ક્લીનક ચલાવતો હતો. જોકે, હાલ પોલીસ આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: દિલ્હી-યુપીમાં વરસાદની આગાહી… હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ