રાજકોટ SOGએ ગેરકાયદેસર ઘૂસણખોર 10 બાંગ્લાદેશી ઝડપી પાડ્યા, પૂછપરછ શરૂ

રાજકોટ: રાજકોટ SOG પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોર 10 બાંગ્લાદેશી ઝડપી પાડ્યા છે. આ તમામ બાંગ્લાદેશી છૂટક મજૂરીકામ કરી રાજકોટમાં રહેતા હતા. પશ્ચિમ બંગાળની બોર્ડરથી તમામ બાંગ્લાદેશી ઘૂસ્યા હતા અને ત્યાંથી રાજકોટ ખાતે આવ્યા હતા. 6 મહિલા અને 4 પુરુષ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે.
ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસિયા, PI સંજયસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. પકડાયેલા ઘૂસણખોરોની સખ્ત પૂછપરછ શરૂ કરી છે. આજે શનિવારના દિવસમાં કુલ 800 જેટલા બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ તપાસવામાં આવ્યા હતા. લોકો પાસે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હોવાની માહિતી હોય તો પોલીસને જાણ કરવા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીની અપીલ કરી છે.