November 25, 2024

સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે જયંત પંડ્યાએ કહ્યુ – હેમાંગ રાવલનો પબ્લિસિટી સ્ટંટ

રાજકોટઃ જિલ્લાના પારડી ગામે વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો છે. કથા બંધ કરાવવા માટે બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સોશિયલ મીડિયામાં આ ઘટનાની ટીકા કરી હતી.

તો બીજી તરફ વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, ‘ધાર્મિક બાબતે વિજ્ઞાનજાથા ક્યારેય પણ વિવાદમાં ઉતર્યું નથી. પારડી વીજ કચેરીએ વર્કિંગ કામ દરમિયાન કથા કરી હતી. એકબાજુ લોકો પોતાના કામ માટે લાઈનમાં ઉભા હતા અને સ્ટાફ કથામાં મસગુલ હતો. આ અંગેની જાણ વિજ્ઞાનજાથા દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને કરવામાં આવી હતી. કથા બંધ કરવાનો નિર્ણય ડેપ્યુટી એન્જિનિયર ત્રાંબડીયા અને તેના પરિવારે લીધો છે. કથા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરવામાં આવી નથી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હેમાંગ રાવલના આ સ્ટંટ છે.’