January 23, 2025

રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં કૌભાંડ મામલે રિયાલિટી ચેક, અનેક ચોંકાવનારા ખુલાસા

રાજકોટઃ રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં કૌભાંડ મામલે ન્યૂઝ કેપિટલે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે અનેક ચોંકાવનાા ખુલાસા સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના પરાપીપળીયા ગામે પ્રાથમિક શાળામાં ન્યૂઝ કેપિટલ પહોંચ્યું હતું. ન્યૂઝ કેપિટલે પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓને અનેક સવાલ પૂછ્યા હતા. વિદ્યાર્થિનીઓને પૂરતી કલાકો કરાટે ટ્રેનિંગની મળે છે કે કેમ? તેની કરી તપાસ કરવામાં આવી હતી.

કરાટેની ટ્રેનિંગના કલાકો બાબતે વિદ્યાર્થીઓએ અલગ અલગ જવાબો આપ્યા હતા. પરાપીપળીયા ગામે પ્રાથમિક શાળામાં ઓલ ગુજરાત કરાટે ક્લબ નામની એજન્સીના કોચ વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. પરાપીપળીયા ગામની પ્રાથમિક શાળામાં અત્યાર સુધીમાં 9 સેશન પૂર્ણ થયા છે. બ્લેક બેલ્ટ મેળવેલા સર્ટિફાઈડ કોચ દ્વારા જ તાલીમ આપવામાં આવી રહી છે.

બ્લેક બેલ્ટ ધરાવતો વાઘેલા રોહન નામનો કોચ તાલીમ આપી રહ્યો છે. આ સર્ટિફિકેટ પણ પ્રિન્સિપાલે ન્યૂઝ કેપિટલને બતાવ્યું હતું. 12 સેશન પૂર્ણ થયા બાદ એજન્સીને શાળા તરફથી તેમના ખાતામાં રૂપિયા 5000 ટ્રાન્સફર કરવામાં આવે છે.

રાજકોટ શહેર જિલ્લા માટે 6 એજન્સી પાસે કોન્ટ્રાક્ટ છે

1. ઓલ ગુજરાત કરાટે કલબ – 16 કોચ
2. ચૌહાણ બિંદુબેન આર – 20 કોચ
3. કેપી એન્ટરપ્રાઇઝ – 16 કોચ
4. સોલંકી પ્રતાપ એમ. – 26 કોચ
5. કરાટે ક્લાસ – 20 કોચ
6. શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ – 16 કોચ