સમૂહ લગ્નના આયોજકો ગાયબ થતા વરઘોડિયાઓ અને પરિવારજનોનો સહારો બની રાજકોટ પોલીસ

રાજકોટ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજકોટ પોલીસે તાત્કાલિક ગોર મહારાજ બોલાવીને 6 દીકરીઓના લગ્ન કરાવી આપ્યા, કરિયાવર અને ભોજન વ્યવસ્થા પણ કરી દીધી હતી.
રાજકોટ ખાતે આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં આયોજકો લગ્ન પહેલા જ ફરાર થઈ ગયાની હોવાની માહિતી મળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી લીલા તોરણે જાન પરત જાય તે પહેલા જ રાજકોટ પોલીસ બનાવ સ્થળ પર પહોંચી ગઈ હતી.
લગ્ન માટે પહોંચેલા વરઘોડિયાઓ અને તેમના પરિવારજનોનો સહારો બનીને પહોંચેલી રાજકોટ પોલીસે તાત્કાલિક ગોર મહારાજ બોલાવીને 6 દીકરીઓના લગ્ન કરાવી આપ્યા છે. એટલું જ નહીં, તેમના માટે સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરી પોલીસે કરિયાવર પણ આપવાની વ્યવસ્થા કરી છે. સાથે સાથે અંદાજે 1 હજાર વ્યક્તિઓ માટે જમણવાર પણ ગોઠવી દેવામાં આવ્યો છે.