રાજકોટ PCBએ 2.90 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો, ટ્રકના ચોરખાનામાં છુપાવ્યો હતો દારૂ

Rajkot: રાજ્યમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા કીમિયો અજમાવતા હોય છે. ત્યારે રાજકોટ PCB બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટ્રકના ચોરખાનામાંથી PCBએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમા મુળુભાઇ ભુતીયા અને મહાવીરસિંહ પરમાર નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના આજીડેમ ચોક નજીક રાજકોટ PCBએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભેજાબાજ બુટલેગરોએ ટ્રકમાં ચોરખાનું બનાવ્યું હતું. જેમા દારૂનો જથ્થો છુપાવ્યો હતો. ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી 2.90 લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડી મુળુભાઇ ભુતીયા અને મહાવીરસિંહ પરમાર નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે

આ પણ વાંચો: ‘મહિલાઓને બક્ષી દો…’, બ્રાહ્મણ સમાજ પર આપેલા નિવદેન પર અનુરાગે માગી માફી