રાજકોટની પાયલ હોસ્પિટલના વાયરલ વીડિયોનો મામલો, સુરતનો આરોપી ઘરેથી CCTV હેક કરતો

સુરતઃ રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવા મામલે મોટી માહિતી સામે આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે જે આરોપીની ધરપકડ કરી છે. તેમાંથી એક આરોપી સુરતનો હોવાનું સામે આવ્યું છે.
સુરતનો આરોપી પરીત ધામેલીયા હોસ્પિટલના કેમેરા હેક કરતો હતો. સુરતનો પરીત કતારગામની સુંદરવન સોસાયટીમાં આવેલા ભવ્ય બંગલોમાં રહે છે. રત્ન કલાકારમાંથી ઇન્ડસ્ટ્રિયલ ઓઇલ કંપનીનો માલિક બન્યો હતો.
સુરતનો આરોપી ઘરેથી જ સીસીટીવી હેક કરતો હતો. પરિત ડિફાઇન એક્સ નામની ઓઇલ બનાવવાની કંપની ધરાવે છે. આ ઉપરાંત તે કતારગામ વિસ્તારમાં જ વેચાણ માટેની દુકાન પણ ધરાવે છે. કારીગરો રાખી ટેક્સટાઇલ અને પાવર લુમ્સમાં વપરાતું ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ બનાવી તેનું વેચાણ કરે છે. પરીતે બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ સાયન્સ કમ્યુનિકેશન્સ અને એંગેજમેન્ટના કોર્સ પણ કરેલો છે.