November 24, 2024

Builder of Nation Award: બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિજેતા કોણ?

રાજકોટઃ શહેરમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ એવોર્ડની ‘બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ’ની કેટેગરીમાં રાજકોટ શહેરમાંથી Sundaram Gold અને સૌરાષ્ટ્રમાંથી Noble Paradise વિજેતા બન્યા છે.

બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ – રાજકોટ

Winner Project – Sundaram Gold
Awardee -Ashok Lashkari, Partner-Dev Realities

અશોકભાઇ લશ્કરી છેલ્લા 20 વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે સક્રિય છે અને તેમણે અત્યાર સુધીમાં મુંબઇ સહિત ગુજરાતમાં 10થી વધુ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. અશોકભાઇ 27 હજાર સભાસદ ધરાવતી માંડવરાયજી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ચેરમેન પણ છે. અશોકભાઇ ટૂંક સમયમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં પબ્લિક ઇશ્યૂ લાવવાનું પણ આયોજન કરી રહ્યા છે.

Best Residencial Project-Rajkot કેટેગરીમાં વિજેતા બનેલા પ્રોજેક્ટ સુન્દરમ ગોલ્ડની વાત કરવામાં આવે તો, તેમાં પોડિયમ પાર્કિંગ છે. આ સાથે સાથે વીડિયો ડોર ફોન પણ છે. આ પ્રોજેકટમાં 3 લેયર સિક્યોરિટી રાખીને ટેનામેન્ટની સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. પ્રોજેકટ ડેલપર્સનો દાવો છે કે, એક કરોડથી વધુની કિંમતના ફ્લેટ્સમાં તમને જે ગુણવત્તા અને સુવિધા મળે તે ગુણવત્તા અને સુવિધા 50 લાખની રેન્જમાં તેઓ ઓફર કરી છે.

AWARDEE – Nilesh Dhulesiya

બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ – સૌરાષ્ટ્ર

Winner Project – Noble Paradise
Location – Junagadh
Awardee – Nilesh Dhulesia, Chairman, Noble Group Of Companies

Noble Paradise એક શાંત અને લકઝુરિયસ રેસિડેન્સિયલ પ્રોજેકટ જૂનાગઢના પોશ વિસ્તાર રાયજીબાગની શોભા વધારી રહ્યો છે. 3 BHK અને 4BHKનો આ પ્રોજેક્ટ તેના મેમ્બર્સને Relaxation and Rejuvenation માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે. well-being, Celebrations and Recreation પર વિશેષ ભાર મૂકીને આ પ્રોજેકટના ડેવલપર્સ મોડર્ન લિવિંગના કન્સેપ્ટને એલિવેટ કરી રહ્યા છે.