December 23, 2024

મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુવતીનો ન્હાતો વીડિયો અન્ય યુવતીએ વાયરલ કર્યો!

રાજકોટઃ શહેરમાં આવેલી મારવાડી યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે મારવાડી યુનિવર્સિટીનો વધુ એક આપત્તિજનક વીડિયોનો મામલો સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતી બે યુવતીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક યુવતીનો સ્નાન કરતો વીડિયો ઉતારીને બીજી યુવતીએ વાયરલ કર્યો હતો તેવો આરોપ લગાવ્યો હતો.

આંધ્ર પ્રદેશની યુવતીઓ મારવાડી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે. વીડિયો ઉતારનારી યુવતીને અન્ય યુવતીઓએ ફટકારી હતી. ત્યારે ઘટનાસ્થળે ટોળું એકત્ર થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

આ ઘટના અંગે યુવતીઓના વાલીને જાણ કરવામાં આવી છે. વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ તો નિવેદન લઇને યુવતીઓને જવા દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી.